- અફઘાનિસ્તાનમાં તાલિબાનો દ્વારા કબજો કરાયા બાદ ત્યાના રાષ્ટ્રપતિ અશરફ ગનિ દેશ છોડીને ભાગી ગયા બાદ ત્યાના ઉપરાષ્ટ્રપતિ અમરુલ્લાહ સાલેહે પોતાને રાષ્ટ્રપતિ જાહેર કર્યા છે.
- તેમણે આ જાહેરાત અફઘાનિસ્તાનના બંધારણ મુજબ કરી છે.
- હાલ અફઘાનિસ્તાનમાં નોર્ધર્ન એલાયન્સના પૂર્વ કમાન્ડર અહેમદ શાહ મસૂદના ગઢ પંજશીર પર તાલિબાન કબજો કરી શક્યા નથી.
- આ જગ્યા અફઘાનિસ્તાનની રાજધાનિ કાબુલથી નજીક આવેલ એક ઘાટી છે જ્યા 1980થી આજ દિવસ સુધી કોઇ કબજો કરી શક્યું નથી.
- અગાઉ સોવિયેત સંઘ અને અમેરિકન સેના પણ અહી ફક્ત હવાઇ હુમલા કરવા પુરતા સિમિત રહ્યા હતા પરંતુ આ વિસ્તારની ભૌગોલિક સ્થિતિને જોતા તેઓએ પણ ક્યારેય જમીની કાર્યવાહી કરી નહોતી.
- અફઘાનિસ્તાનના ઉપરાષ્ટ્રપતિ અમરુલ્લાહ સાલેહ આ વિસ્તારના જ છે જેઓ અફઘાનિસ્તાનના બંધારણ મુજબ રાષ્ટ્રપતિના મૃત્યું, ગેરહાજરી, પલાયન અથવા રાજીનામા સંજોગમાં પોતે કાર્યવાહક રાષ્ટ્રપતિ બન્યા છે.
