- જૂના સોમનાથ મંદિરને નવુ બનાવાયા બાદ વડાપ્રધાન મોદીના હસ્તે તેનું લોકાર્પણ કરવામાં આવશે.
- આ લોકાર્પણની સાથોસાથ 'શ્રી પાર્વતી' મંદિરનો શિલાન્યાસ પણ કરાશે જેને રુ. 30 કરોડના ખર્ચે બનાવાયું છે.
- શ્રી પાર્વતી મંદિરને સોમપુરા સલાટ શૈલીથી બનાવાયું છે જેનો ગર્ભ ગૃહ 380 ચો.મીટર તેમજ નૃત્ય મંડપ 1250 ચો.મીટરનો છે.
- સોમનાથને વિશ્વસ્તરીય પર્યટન સ્થળ બનાવવા માટેના આ ફેરફાર કેન્દ્રની 'પ્રસાદ' યોજના હેઠળ કરવામાં આવ્યા છે જેના માટે કેન્દ્રીય પ્રવાસન વિભાગ દ્વારા વર્ષ 2018માં 47 કરોડનું બજેટ મંજૂર કરાયું હતું.
- કેન્દ્ર સરકાર દ્વારા PRASAD યોજના વર્ષ 2014-15માં શરૂ કરવામાં આવી હતી જેનું પુરુ નામ Pilgrimage Rejuvenation And Spiritual Augmentation Drive છે.
