ઉત્તર પ્રદેશના અલીગઢના નામને બદલીને હરિગઢ કરવા માટે મંજૂરી આપવામાં આવી.

  • આ મંજૂરી ઉત્તરપ્રદેશના અલીગઢ જિલ્લા પંચાયત બોર્ડ દ્વારા આપવામાં આવી છે. 
  • તાળાઓની નગરી તરીકે ઓળખાતા આ જિલ્લાનું નામ બદલવા માટેનો પ્રસ્તાવ જિલ્લા પંચાયત દ્વારા મુખ્યમંત્રીને સોંપવામાં આવ્યો છે. 
  • આ સિવાય અલીગઢ જિલ્લા પંચાયત દ્વારા ધનીપુર મિનિ એરપોર્ટનું નામ બદલીને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણસિંહના નામ પર રાખવાનું અને સ્વ. રાજા બલવંતસિંહના નામથી દ્વાર બનાવવા માટે પણ પ્રસ્તાવ પસાર કરાયા છે. 
  • અગાઉ ઉત્તર પ્રદેશમાં 1948માં કૌનપુરનું નામ બદલીને કાનપુર, 1956માં બનારસનું નામ બદલીને વારણસી, 2011માં શિવનગર નું નામ બદલીને રાજપ્રસાદ નગર તેમજ વર્ષ 2018માં અલાહાબાદનું નામ પ્રયાગરાજ, ફૈઝાબાદનું નામ અયોધ્યા નગર તેમજ મુગલસરાયનું નામ બદલીને પંડિત દીનદયાલ ઉપાધ્યાય નગર કરવામાં આવ્યું હતું.
Aligarh renamed to Harigarh


Post a Comment

Previous Post Next Post