- આ યોજના દેશના નાના અને મધ્યમ ઉદ્યોગો (MSME) ને સહાય કરવા માટે જાહેર કરવામાં આવી છે જેમાં નવા ઉદ્યમીઓ અને સ્ટાર્ટઅપ માટે ફંડ અપાશે.
- આ ફંડ એવી કંપનીઓને અપાશે જે એક્સપોર્ટ ઓરિએંટ કામ કરતી હોય.
- આ ફંડ એક્ઝિમ બેન્ક અને સિડબી દ્વારા સંયુક્ત રુપથી પ્રાયોજિત છે જેને કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા ઉત્તરપ્રદેશના લખનઉ ખાતેથી લોન્ચ કરાઇ છે.
- આ ફંડ કુલ 250 કરોડ રુપિયાનું છે તેમજ જરુર પડ્યે તેને 500 કરોડનું બનાવાશે.
- આ જાહેરાતની સાથોસાથ સરકાર દ્વારા કોરોના સમયમાં નોકરી ગુમાવનાર લોકોના વર્ષ 2022 સુધીના પ્રોવિડન્ટ ફંડનો કર્મચારીઓનો હિસ્સો પણ સરકાર દ્વારા જ ભરવાની જાહેરાત કરવામાં આવી છે.
