NTPC દ્વારા દેશની સૌથી મોટી ફ્લોટિંગ સોલાર પીવી યોજના શરુ કરવામાં આવી.

  • National Thermal Power Corporation (NTPC) દ્વારા આન્ધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનખ ખાતે પોતાના સિમ્હાદ્રી થર્મલ સ્ટેશનના જળાશય પર 25 મેગાવૉટની ભારતની આ સૌથી મોટી Floating Solar PV યોજના શરુ કરવામાં આવી છે. 
  • આ યોજના કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2018માં જાહેર કરાયેલ Flexibilization Scheme અંતર્ગત સ્થાપિત કરાયેલ પ્રથમ યોજના પણ છે. 
  • આ યોજના 75 એક્ડ ક્ષેત્રમાં ફેલાયેલી છે જેના દ્વારા 1 લાખ થી વધુ સોલાર પીવી (photovoltaic system) મોડ્યુલ વીજળી પેદા થશે જે લગભગ 7,000 ઘરોને વીજળી આપવા માટે સક્ષમ છે. 
  • આ યોજનાની મદદથી દર વર્ષે ઓછામાં ઓછું 46,000 ટન કાર્બન ડાયોક્સાઇડ ઓછો ઉત્પન્ન થશે તેમજ દર વર્ષે 13,640 લાખ લીટર પાણી બચવાની પણ શક્યતા છે જે 6,700 ઘરોની વાર્ષિક જરુરિયાત પુરી કરવા માટે વાપરી શકાશે. 
  • હાલ સિમ્હાદ્રીમાં જ 2000 મેગાવૉટની કોલસા આધારિત પરિયોજના પણ છે જે બંગાળની ખાડીથી CW System માટે પાણી પ્રાપ્ત કરનાર પ્રથમ યોજના છે જે 20 વર્ષ કરતા પણ વધુ સમયથી કાર્યરત છે.
NTPC Floating Solar Scheme



Post a Comment

Previous Post Next Post