કેન્દ્ર સરકાર દ્રારા ડ્રોન માટેની હળવી નીતિની જાહેરાત કરવામાં આવી.

  • આ નીતિમાં દેશમાં ડ્રોનના ઉડ્ડયન પર લગાવાયેલા પ્રતિબંધોને હળવા કરયા છે તેમજ ડ્રોનની મંજોરી માટે ભરવા પડતા 25 પ્રકારના ફોર્મને બદલે ફક્ત 5 જ ફોર્મ ભરવાની વ્યવસ્થા બનાવાઇ છે. 
  • અગાઉ આ પ્રકારની અરજી માટે અલગ અલગ સ્તર પર 72 પ્રકારની ફી ભરવી પડતી હતી જેને બદલે હવે ફક્ત 4 જ પ્રકારની ફી ભરવાની રહેશે. 
  • આ નીતિ મુજબ: 
    • ભારતમાં નોંધાયેલી વિદેશી કંપનીઓ દેશમાં ડ્રોનનું સંચાલન કરી શક્શે. - ડિજિટલ સ્કાય પ્લેટફોર્મ બનાવાશે જેની મંજૂરી માટે સિંગલ વિન્ડો રહેશે. 
    • માલપરિવહન માટે વિશેષ ડ્રોન કોરિડોર બનાવાશે. 
    • નિયમોના ઉલ્લંઘન માટે રુ. 1 લાખ સુધીનો દંડ કરાશે. 
    • ડ્રોન માટે ગ્રીન ઝોન બનાવાશે જેમાં 400 ફૂટ સુધી મંજૂરી વિના પણ ડ્રોન ઉડાવી શકાશે. 
    • એરપોર્ટની આજુબાજુ 8 થી 12 કિ.મી.ની ત્રિજ્યામાં ડ્રોન ઉડાવવાની લિમિટ 200 ફૂટ સુધી જ સિમિત રહેશે. 
    • દેશમાં સંચાલિત દરેક ડ્રોનને અલગ યુનિક આઇડી નંબર પણ અપાશે.
Drone Policy


Post a Comment

Previous Post Next Post