- ચીન દ્વારા બનાવાયેલ આ એક્સપ્રેસ-વે સમુદ્ર સ્તરથી 14,763 ફૂટ ઊંચાઇ પર બનાવાયો છે જે ચીનના દક્ષિણ-પશ્ચિમ પ્રાંતમાં સ્થિત તિબેટના સ્વાયત્ત વિસ્તારમાં આવેલ છે.
- આ એક્સપ્રેસ-વે ચીનના નાગક્યુ થી તિબેટની રાજધાની લ્હાસાને જોડે છે.
- આ રસ્તો 227 કિ.મી. લાંબો છે જે સમુદ્ર સપાટીથી 4,500 મીટર ઊંચે છે.
- આ રસ્તો બનાવવામાં સ્થાનિક પર્યાવરણનું પુરેપુર ધ્યાન રાખી તેનું નિર્માણ થયું છે જેથી પ્રકૃતિને નુક્સાન ન પહોંચે જેમાં જંગલી જાનવરનો રસ્તો ન અવરોધાય તેનું પણ ખાસ ધ્યાન રખાયું છે.
