- પ્રદૂષણની સમસ્યાથી છૂટકારો મેળવવા માટે દિલ્હીના કેનોટ પ્લેસ ખાતે દેશનું પ્રથમ સ્મોગ ટાવર લગાવાયું છે.
- આ ટાવર 24 મીટર ઊંચો છે જે એક કિલોમીટરના વિસ્તારમાંથી હવાને ખેંચીને શુદ્ધ કરશે અને શુદ્ધ કરેલ હવાને ફરીથી રિલીઝ કરશે.
- આ ટાવરમાં 40 પંખા અને 5,000 એર ફિલ્ટર લગાવાયા છે.
- આ ટાવર એક સેકન્ડમાં 25 ક્યુબિક મીટર હવાને શુદ્ધ કરવા માટે સક્ષમ છે.
- આ ટાવર માટે IIT Bombay એ અમેરિકન યુનિવર્સિટી સાથે મળીને ટેક્નોલોજી બનાવી છે જેનું ટાટા પ્રોજેટ્સ દ્વારા અમલીકરણ કરાયું છે.
- આ ટાવરમાં Downdraft પદ્ધતિ દ્વારા હવાને શુદ્ધ કરાય છે જે ચીનના ઝિયાંગ શહેરમાં આવેલ 60 મીટર ઊંચા ટાવરની updraft પદ્ધતિ કરતા એકદમ ઉલ્ટું છે.
- આ ટાવરમાં આવેલ Supervisory Control and Data Acquisition (SCADA) સિસ્ટમ ટાવરમાં રહેલ હવાની ગુણવત્તાનું મોંટરિંગ કરશે.
- વર્ષ 2019માં સુપ્રીમ કોર્ટ દ્વારા Central Pollution Control Board (CPCB) અને દિલ્હી સરકારને આ પ્રકારના બે સ્મોગ ટાવર પાયલોટ પ્રોજેક્ટ તરીકે ઉભા કરવા માટે આદેશ કરાયો હતો.
