- પર્યાવરણની દૃષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ હોય તેવા ભેજવાળા સ્થળોને રામસર આંતરરાષ્ટ્રીય સંધિ મુજબ સંરક્ષણ આપવામાં આવે છે, જે યાદીમાં ગુજરાતના બે સહિત દેશના કુલ ચાર સ્થળોને સામેલ કરાયા છે.
- ગુજરાતના મહેસાણા પાસે આવેલ થોળ સરોવર મધ્ય એશિયાઇ ફ્લાઇ-વે પર સ્થિત છે જેમાં લગભગ 320 પક્ષીઓની પ્રજાતિ મળી આવે છે અને ડભોઇ નજીક આવેલ વઢવાણા તળાવ પોતાના પક્ષીઓ માટેના અનુકૂલન માટે આંતરરાષ્ટ્રીય સ્તર પર મહત્વપૂર્ણ છે જ્યા 80થી વધુ પ્રજાતિઓના જળ પક્ષીઓ રહે છે.
- અન્ય બે સ્થળોમાં હરિયાણાના સુલ્તાનપુર અને ભિંડાવાસનો સમાવેશ થાય છે.
- હરિયાણાની ભિંડાવાસ વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરીમાં માનવનિર્મિત તાજાજલ તળાવ છે જેમાં લગભગ 250 પ્રજાતિઓના પક્ષીઓ આવે છે તેમજ ઘણી બધી લુપ્ત પ્રાયઃ પ્રજાતિઓ પણ અહી જોવા મળે છે.
- હરિયાણાના સુલ્તાનપુર અભ્યારણ્યમાં અનેક પ્રવાસી પક્ષીઓ આવે છે તેમજ 220 જેટલા જળપક્ષીઓ માટે પણ તે અનુકૂળ ગણાય છે.
- વર્ષ 1971માં ઇરાનના રામસરમાં પર્યાવરણની દૃષ્ટિએ અતિ મહત્વ ધરાવતા હોય તેવી આદ્રભૂમિને સંરક્ષણ આપવા માટે કરાર થયા હતા.
- હાલ ઑગષ્ટ, 2021ની સ્થિતિએ રામસર યાદીમાં ભારતના કુલ 46 સ્થળોનો સમાવેશ થાય છે જેમાંથી ગુજરાતમાં નળસરોવર, થોળ સરોવર અને વઢવાણા તળાવ એમ ત્રણ સ્થળનો સમાવેશ થાય છે.