- આ માટે આસામ રાજ્ય આપદા પ્રબંધન પ્રાધિકરણ (ASDMA) દ્વારા 16 લાખ રુપિયાના ખર્ચથી કુલ 10 સેટેલાઇટ ફોન ખરીદવામાં આવ્યા છે.
- આ ફોનનો ઉપયોગ શિકારેઓ પર નજર રાખવા માટે તેમજ પૂર જેવી સ્થિતિથી લડવા માટે કરવામાં આવશે.
- આસામનું કાઝીરંગા નેશનલ પાર્ક વિશ્વ ધરોહર સ્થળ (World Heritage Site) તરીકે ઘોષિત છે તેમજ એક શિંગ ધરાવતા ગેંડાઓની બે તૃતીયાંશ વસ્તી આ પાર્કમાં રહે છે.
- આ પાર્કમાં સુરક્ષિત ક્ષેત્રોમાં વાઘની વસ્તીની સૌથી વધુ ગીચતા છે તેમજ વર્ષ 2006માં આ પાર્કને વાઘ અભ્યારણ્ય (Tiger Reserve) તરીકે પણ જાહેર કરાયું હતું.
- આ પાર્કમાં ભારતીય ગેંડાની સૌથી મોટી વસ્તી સિવાય, એશિયાટિક જંગલી જળ ભેંસો, પૂર્વી કળણ હરણ, હાથીઓ, ગોર, સાબર, ભારતીય મંટજેકનાનકા હરણ, જંગલી ડુક્કર અને હોગ હરણ સહિતની પ્રાણીસૃષ્ટિ રહે છે.