- રાષ્ટ્રીય શાયરનું બિરુદ પામેલ સાહિત્યકાર ઝવેરચંદ મેઘાણીનો જન્મ 28 ઑગષ્ટ, 1896ના રોજ તે સમયની બોમ્બે પ્રેસિડન્સીના ચોટિલા ખાતે થયો હતો.
- ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આ ઉજવણીના ભાગરુપે તાલુકા, જિલ્લા અને રાજ્યકક્ષાએ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે.
- આ સિવાય ગુજરાત સાહિત્ય અકાદમીના નવા ભવન 'શ્રી ઝવેરચંદ મેઘાણી સાહિત્ય અકાદમી' ભવનનું લોકાર્પણ, રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણી વેબ પોર્ટલનું લોકાર્પણ, ગ્રંથાલયોમાં 'મેઘાણી કોર્નર' માટે શ્રી ઝવેરચંદ મેઘાણીના પુસ્તકોના સેટનું વિતરણ તેમજ નામાંકિત કલાકારો દ્વારા શ્રી ઝવેરચંદ મેઘાણી રચિત ગીતો પર સાંસ્કૃતિક કાર્યક્રમ સહિતના કાર્યક્રમો કરવામાં આવશે.
- ઝવેરચંદ મેઘાણી ગુજરાતના મોટા દરજ્જાના સાહિત્યકાર હતા જેમણે ચાર નાટકગ્રંથ, સાત નવલિકા સંગ્રહ, 13 નવલકથા, 6 ઇતિહાસ, 13 જીવનચરિત્ર સહિતના સાહિત્યની રચના કરી હતી.
- તેઓએ તુલસી ક્યારો, યુગવંધના, કંકાવટી, સોરઠી બહારવટિયા તેમજ સૌરાષ્ટ્રની રસધાર જેવા નોંધપાત્ર સર્જન આપ્યા છે.
