ICHR કમિટી દ્વારા મોપલા શહીદોની યાદીમાંથી 389 શહીદોના નામ હટાવવામાં માટે ભલામણ કરવામાં આવી.

  • આ માટે Indian Council of Historical Research (ICHR) / ભારતીય ઐતિહાસિક અનુસંધાન પરિષદ દ્વારા  ત્રણ સદસ્યોની એક પેનલ બનાવાઇ હતી જેણે આ માટે એક શબ્દકોશના પાંચમાં ભાગની જોગવાઇઓની સમીક્ષા બાદ અલિ મુસલિયાર, વ્રિયામકુનાથ અહમદ હાજી અને હાજી ભાઇઓ સહિત 389 લોકોના નામ હટાવવાની ભલામણ કરી હતી. 
  • આ સમિતિ દ્વારા એવી માહિતી અપાઇ છે 1921નો વિદ્રોહ ક્યારેય સ્વતંત્રતા સંગ્રામનો હિસ્સો ન હતો તેમજ તે સંઘર્ષ ધાર્મિક રુપાંતરણ પર કેન્દ્રિત એક કટ્ટરપંથી આંદોલન હતું. 
  • આ સિવાય આ આંદોલનમાં લેવાયેલ નારાઓ રાષ્ટ્રવાદ તેમજ બ્રિટિશના વિરોધમાં ન હતા. 
  • કેન્દ્ર સરકારની આ સમિતિએ વર્ષ 2016માં 1921ના વિદ્રોહની 'ફ્રીડમ ફાઇટર્સ' નામની એક રિપોર્ટની સમીક્ષા પ્રસ્તુત કરી હતી જેને વર્ષ 2019માં વડાપ્રધાન મોદી દ્વારા Dictionary of Martyrs: India's Freedom Struggle 1857 - 1947 નામથી પુસ્તક રુપે પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. 
  • 20 ઑગષ્ટ, 1921ના રોજ મુસ્લિમ ભાડુઆતો દ્વારા બ્રિટિશ શાસકો અને હિન્દુ જમીનદારો વિરુદ્ધ શરુ થયેલ આ વિદ્રોહમાં લગભગ 10,000 લોકોના જીવ ગયા હતા. 
  • 21 ઑગષ્ટ, 2021ના રોજ આ ઘટના સાથે જોડાયેલ 'વેગન ત્રાસદી' પણ થઇ હતી જેમાં અંગ્રેજો વિરુદ્ધ પ્રદર્શન કરનાર ખેડૂતો (મોપલા કેદીઓ)ને કોઇમ્બ્તૂર જેલમાં લઇ જવા માટે ભોજન અને પાણી વિના કોઇ બારી વિનાના વેગનમાં લઇ જવાયા હતા જેમા લગભગ 70 ખેડૂતોના ગુંગણામણને લીધે મૃત્યું થયા હતા. 
  • આ ઘટનાને દક્ષિણનો જલિયાવાલા બાગ પણ કહેવાય છે તેમજ 1972માં કેરળ સરકાર દ્વારા તેના માટે 'વેગન ત્રાસદી' શબ્દ વપરાયો હતો.
moplah rebellion for GPSC


Post a Comment

Previous Post Next Post