- આ ગાર્ડન ઉત્તરાખંડ વન વિભાગ દ્વારા ભારત-ચીન સીમા પાસેના દેશના છેલ્લા ગામ 'માણા' ખાતે બનાવાયું છે જે દેશનું સૌથી ઊંચું હર્બલ ગાર્ડન છે.
- આ ગાર્ડનમાં ઔષધીય મહત્વની 40 પ્રજાતિઓને સંરક્ષિત કરવામાં આવી છે.
- આ ગાર્ડન 11,000 ફીટની ઊંચાઇ પર સ્થિત છે જેને ચમોલી જિલ્લામાં બદરીનાથ મંદિર પાસેના માણા ગામમાં વન પંચાયત તરફથી ઉપલબ્ધ કરાવાયેલ 3 એકડ જમીન પર કેન્દ્ર સરકારની Compensatory Afforestation Fund Management and Planning Authority (CAMPA) યોજના હેઠળ તૈયાર કરાયું છે.
