- આ સાથે ભારત રીન્યુએબલ એનર્જીની બાબતમાં વિશ્વમાં ચોથા સ્થાન પર (સૌર ઉર્જા બાબતમાં પાંચમાં તેમજ પવન ઉર્જા બાબતમાં ચોથા સ્થાન પર) પહોંચ્યું છે.
- જો કે ભારત દ્વારા વર્ષ 2022 સુધીમાં 175 ગીગાવૉટ સુધીના પોતાના લક્ષ્યાંકથી હજુ તે ઘણુ દૂર છે.
- ભારત દ્વારા વર્ષ 2030 સુધીમાં આ રીન્યુએબલ એનર્જીની બાબતમાં 450 ગીગાવૉટનો લક્ષ્યાંક પ્રાપ્ત કરવાનો નિર્ધાર કરાયો છે.
- ભારતમાં માર્ચ, 2023 સુધીમાં સોલાર એનર્જી દ્વારા 100 ગીગાવૉટના લક્ષ્ય સુધી પહોંચવાનું પણ લક્ષ્ય હતું જે જુલાઇ, 2021 સુધીમાં 43.94 ગીગાવૉટ સુધી જ પહોંચ્યું છે.