- ભારતની બેડમિન્ટન ખેલાડી પી.વી. સિંધુએ ડેન્માર્કની મિયા બ્લિચફેલ્ટને 21-15, 21-13 થી પરાજય આપી વિમેન્સ સિંગલ્સની ક્વાર્ટર ફાઈનલ્સમાં પ્રવેશ મેળવ્યો.
- ભારતના તિરંદાજ અતનુદાસે સાઉથ કોરિયાના 2 વખતના ઓલ્મ્પિક ચેમ્પિયન ઓ જિન્હયેકને 6-5થી પરાજય આપ્યો.
- ભારતની મેન્સ હોકી ટીમે 2016ની રિયો ઓલિમ્પિકની ગોલ્ડ મેડાલીસ્ટ આર્જેન્ટાની ટીમને 3-1થી પરાજય આપી ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો.
- ભારતની 6 વખતની વર્લ્ડ ચેમ્પિયન એમ.સી. મેરીકોમ 51 કિ.ગ્રા. વજન વર્ગમાં કોલમ્બિયાની ઇંગ્રિટ વેલેન્સિયા સામે 2-3થી પરાજય.
- ભારતીય બોક્સર સતીષકુમારે 91 કિ.ગ્રા. વજન વર્ગમાં જમૈકાનો રિકાર્ડો બ્રાઉનને 4-1 થી પરાજય આપી બોક્સિંગ ઈવન્ટની ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો. (તે લવલીના બોર્ગોહેન અને પુજા રાની બાદ ટોકિયો ઓલિમ્પિકના ક્વાર્ટર ફાઈનલમાં પહોંચનાર ત્રીજા ભારતીય બોક્સર છે.)
- સ્વીમર સાજન પ્રકાશ મેન્સ 100 મી. બટરફ્લાય ઈવન્ટમાં બીજા સ્થાને રહ્યા બાદ પણ પૂરતાં પોઈન્ટ ન હોવાને લીધે સેમીફાઈનલમાં સ્થાન ન મેળવી શક્યા.