- આ એક મહિના દરમિયાન થનારી કામગીરીથી ભારતના રાજદૂત ટી.એસ. તિરુમૂર્તિએ યુએન મહાસભાના પ્રમુખને સૂચના આપી છે.
- ભારતના આ કામકાજનો પ્રથમ દિવસ આવતીકાલ 2 ઑગષ્ટથી શરુ થશે જેમાં ભારત સમુદ્રી સુરક્ષા, શાંતિ, આતંકવાદ જેવા વિષયો પર ધ્યાન આપશે.
- ભારત સંયુક્ત રાષ્ટ્રના એવા સભ્ય દેશોને પણ પોતાના કાર્યનું વિવરણ આપશે જેઓ સુરક્ષા પરિષદના સભ્ય નથી.
- ભારતનો સુરક્ષા પરિષદના અસ્થાયી સભ્ય તરીકે ભારતના બે વર્ષનો કાર્યકાળ જાન્યુઆરી, 2021થી થયો હતો.
- આગામી વર્ષમાં ડિસેમ્બરમાં ભારત ફરીથી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની કમાન સંભાળશે.
