- અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસનના ડર વચ્ચે આતંકવાદી સંગઠન ISIS દ્વારા કાબુલના હમીદ કરઝઇ એરપોર્ટ બહાર આ હુમલા કરાયા છે.
- આ હુમલામાં 12 અમેરિકન મરીન કમાન્ડો સહિત લગભગ 60 લોકોના મૃત્યું થયા છે.
- આ હુમલાની આશંકાને પગલે અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને બ્રિટન દ્વારા હુમલાના ઘણા સમય પહેલા જ લોકોને આ અંગે ચેતવણી અપાઇ હતી.
- ISIS સંસ્થાનું નામ Islamic State of Iraq and the Levant છે જેને Islamic State of Iraq and Syria (ISIS) તરીકે પણ ઓળખવામાં આવે છે.
- આ સંગઠનની સ્થાપના જોર્ડનના અબુ મુસાબ અલ-ઝરકવી દ્વારા કરવામાં આવી હતી.
