કેરળ હાઇકોર્ટ દ્વારા 10 વર્ષથી નાની બાળકીઓને સબરીમાલા મંદિરમાં દર્શર્નાર્થે જવા મંજૂરી અપાઇ.

  • કેરળમાં 9 વર્ષની એક બાળકી દ્વારા આ માટે અરજી કરવામાં આવી હતી જેના ચૂકાદામાં હાઇકોર્ટ દ્વારા 10 વર્ષથી નાની બાળકીઓને પોતાના પિતા સાથે આ મંદિરમાં જવા માટે મંજૂરી અપાઇ છે. 
  • આ બાળકીએ કોર્ટમાં એવી અરજી કરી હતી કે જો અત્યારે તેને મંદિરમાં નહી જવા દેવાય તો ત્યારબાદ તે ચાર દાયકા સુધી મંદિરમાં નહી જઇ શકે. 
  • સબરીમાલા મંદિર 800 વર્ષ જુનુ છે જેમાં ભગવાન અયપ્પા બ્રહ્મચારી બિરાજે છે જેના કારણે આ મંદિરમાં યુવા મહિલાઓના પ્રવેશને નિષેધ કરાયેલ છે. 
  • સબરીમાલા મંદિરને સબરિમલય મંદિર તરીકે પણ ઓળખાય છે જે કેરળ રાજ્યના પતનમતિટ્ટા જિલ્લાના પેરિયાર ટાઇગર અભ્યારણ્યની અંદર આવેલ સબરિમલય પર્વત પર સ્થિત છે.
Sbarimala


Post a Comment

Previous Post Next Post