- નાગાલેન્ડમાં વિશ્વના બીજાં સૌથી તીખાં મરચાંને લંડન નિકાસ કરવામાં આવશે.
- આ મરચાંને ‘ભૂત જોલકિયા / Ghost Pepper તરીકે ઓળખાય છે.
- આ મરચાં મેક્સિકોના રેડ સેવિના કરતાં બમણાં તેમજ કેયાનિન કરતાં ત્રણ ગણા તીખાં છે.
- વર્ષ 2007માં આ મરચાંને Guinness Book of World Recordsમાં સ્થાન અપાયું હતુ તે સમયે તે Tabasco Sauce 400 ગણા વધુ તીખાં હતા (વૈજ્ઞાનિકોના મતાનુસાર આ મરચાંની એક યોગ્ય માત્રા ખૂબ ઓછાં સમયમાં કોઈ વ્યક્તિનો જીવ પણ લઈ શકે છે.)
- આ મરચાંનું બાયોલોજીકલ નામ Capsicum Chinensis તેમજ તેનો ઉપયોગ ખાવાપીવા માટે તથો નથી.
- આ મરચાંનો ઉપયોગ સેના દ્વારા આતંકીઓ ઉપર અથવા ભીડને વિખેરવા માટે અથવા ટીયર સ્મોક ગ્રેનેડમાં કરવામાં આવે છે.
- DRDO દ્વારા આ મરચાંનો ઉપયોગ કરી પેપર સ્પ્રે વિકસાવાયો હતો તેમજ ઓગષ્ટ 2015માં આતંકવાદી સજ્જાદ અહેમદને પકડવા માટે તેનો ઉપયોગ કરાયો હતો.
- ભારતમાં ભૂત જોલકિયા મરચાંની ખેતી આસામ, નાગાલેન્ડ અને મણીપુરમાં થાય છે.