- આ મિશન શનિ ગ્રહના ચંદ્ર 'ટાઇટન' પર સંશોધન માટે શરુ કરવામાં આવશે જે સૂર્યમંડળના બધા જ ચંદ્રથી અલગ છે.
- ટાઇટન પર વાયુમંડળ છે તેમજ સપાટી પર તરલતા જોવા મળે છે જેના આધારે એવુ જણાય છે કે તે પૃથ્વી જેવું હશે.
- ટાઇટન પર પાણીના બદલે મિથેનનો વરસાદ થાય છે તેમજ ત્યા જીવન હોવાની સંભાવના છે.
- નાસા આ મિશન વર્ષ 2030 સુધીમાં મોકલશે.
- હાલ 13 વર્ષથી કેસિની શનિ ગ્રહને ચક્કર લગાવી રહ્યું છે તેમજ તેના વિશેની માહિતી મેળવવાનો પ્રયત્ન કરી રહ્યું છે પણ મિથેન વાયુ ધરાવતું વાતાવરણ હોવાથી પુરી જાણકારી મળી શકતી નથી.
- શનિ ગ્રહ પોતાની આસપાસના વલયોને લીધે સૂર્યમંડળમાં સૌથી અલગ દેખાઇ આવે છે તેમજ અત્યાર સુધીમાં તેના 82 ચંદ્ર હોવાનું સાબિત થયું છે જેમાંથી 53નું નામકરણ કરવામાં આવેલ છે.
