- ઓલિમ્પિકમાં ભાગ લેતા પહેલા નીરજ ચોપરા આ રેન્કિંગમાં નવમાંમાં સ્થાન પર હતા.
- આ રેન્કિંગમાં નીરજ ચોપરાનો સ્કોર 1315 છે જેમાં પ્રથમ સ્થાન પર જર્મનીના જોહાનેસ વેટર છે જેનો સ્કોર 1369 પોઇન્ટ છે.
- આ રેન્કિંગમાં ત્રીજા સ્થાન પર પોલેન્ડના માર્સિન ક્રુકોવસ્કી છે તેમજ ટોક્યો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનાર ચેક રિપબ્લિકના જેકબ વાડલેજ ચોથા સ્થાન પર છે.
- ટોક્યો ઓલિમ્પિકમાં જ્વેલિન થ્રોઅર નીરજ ચોપરાએ 87.58 મીટર દૂર ભાલુ ફેંકી ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો હતો.