- આ જાહેરાત કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા કરવામાં આવી છે જેના અંતર્ગત કેન્દ્ર સરકાર વિવિધ ક્ષેત્રની સરકારી સંપત્તિઓનો હિસ્સો વેચીને અથવા લીઝ પર આપીને રુ. 6 લાખ કરોડ મેળવશે.
- આ તમામ સંપતિ વેચવાની પ્રક્રિયા વર્ષ 2025 સુધી તબક્કાવાર ચાલશે.
- આ યોજના હેઠળ કુલ 13 પ્રકારની સરકારી સંપત્તિ વેચાશે / લીઝ પર અપાશે જેમાં હાઇ-વે, રેલવે, પાવર ટ્રાન્સમિશન, પાવર જનરેશન, ટેલિકોમ, વેરહાઉસિંગ, નેચરલ ગેસ પાઇપલાઇન, પ્રોડક્ટ પાઇપલાઇન, ખાણકામ, એવિએશન, બંદર, સ્ટેડિયમ તેમજ અર્બન રિયલ એસ્ટેટનો સમાવેશ થાય છે.
- આ યોજના હેઠળ દેશના 27,600 કિ.મી. રોડ (અંદાજે કુલ રોડના 27%) રોડ લીઝ પર અપાશે) તેમજ 400 રેલ્વે સ્ટેશન, 90 પેસેન્જર ટ્રેન અને 1400 કિ.મી.ના રેલ્વે ટ્રેક લીઝ પર અપાશે.
