- સુપ્રીમ કોર્ટ દ્વારા એક કેસની સુનવણી દરમિયાન National Defence Academy (NDA) પરીક્ષામાં મહિલાઓ ભાગ લઇ શકે તે માટે વચગાળાનો આદેશ અપાયો છે.
- આ આદેશ બાદ Union Public Service Commission (UPSC) સુધારેલું નોટિફિકેશન પ્રસિદ્ધ કરશે જેના પર પ્રવેશ મુદ્દે કોર્ટ દ્વારા નિર્ણય લેવાશે.
- હાલ સેનામાં પ્રવેશની ત્રણ પદ્ધતિઓ છે જેમા NDA, IMA અને OTA નો સમાવેશ થાય છે જેમાંથી IMA અને OTAમાં મહિલાઓને પ્રવેશ હતો.
- NDA ની સ્થાપના 7 ડિસેમ્બર, 1954ના રોજ કરવામાં આવી હતી જેનો Motto Service Before Self છે જેમા પ્રવેશ માટેની પરીક્ષા સંઘ લોક સેવા આયોગ (UPSC) દ્વારા લેવાય છે.
