- અફઘાનિસ્તાન પર કબજો કર્યા બાદ તાલિબાન આતંકી સંગઠને ત્યા શાસન ચલાવવા માટે 12 સભ્યોની એક ટીમનું ગઠન કર્યું છે.
- આ ટીમ દ્વારા દેશ ચલાવવા માટે 7 નામોની જાહેરાત કરવામાં આવી છે.
- આ 7 વ્યક્તિઓમાં અબ્દુલ ગની બરાદર (તાલિબાનનો સહ-સ્થાપક), તાલિબાનના સ્થાપકનો પુત્ર મુલ્લા યાકુબ, હક્કાની નેટવર્ક (આતંકવાદી જૂથ), ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ડૉ. અબદુલ્લા, પૂર્વ રાષ્ટ્રપતિ હામિદ કરઝઇ અને હનીફ અતમાર અને ગુલબુદ્દીન હેકમયતયારનો સમાવેશ થાય છે.
- આ નામોમાંથી હક્કાની નેટવર્ક અમેરિકાના મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓની યાદીમા પણ સામેલ છે જેના પર 5 મિલિયન ડોલરનું ઇનામ રખાયેલ છે!
- એક સમયે તાલિબાનનો કટ્ટર વિરોધ કરી રહેલ ગુલ આગા શેરઝઇને નાણામંત્રી બનાવાયા છે જેઓએ તાલિબાન સામેની લડાઇમાં CIA ના મુખ્ય સાથી હતા તેમજ તેઓએ તાલિબાનનો સફાયો કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
