- છેલ્લા ઘણા દિવસથી તાલિબાન દ્વારા અફઘાનિસ્તાનના એક પછી એક શહેરો પર કબજો કરવામાં આવી રહ્યો હતો જેણે હવે અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ પર પણ કબજો કર્યો છે.
- આ કબજા બાદ અફઘાનિસ્તાન સંપૂર્ણપણે તાલિબાનના કબજામાં આવી ગયું છે.
- આ દરમિયાન અફઘાન સેનાએ તાલિબાનનો લગભગ શૂન્ય વિરોધ કર્યો છે તેમજ કોઇ જ જગ્યાએ નામ માત્રની લડાઇ પણ નથી કરી.
- અમેરિકા દ્વારા છેલ્લા 20 વર્ષથી પોતાની સેના અફઘાનિસ્તાનમાં હતી જેને થોડા દિવસોથી અમેરિકા પરત બોલાવવામાં આવતા તાલિબાન દ્વારા એક પછી એક શહેર પર કબજો કરવાનું શરુ કરવામાં આવ્યું હતું.