વિશ્વના સૌથી ઊંચા ગામના તમામ લોકોને વેક્સિન અપાઇ!

  • હિમાચલ પ્રદેશના મલાણા અને શાક્ટે મરોડ ગામના તમામ લોકોને કોરોના વેક્સિન આપવામાં આવી છે. 
  • આ ગામ એવા દુર્ગમ છે કે ત્યા પહોંચવા માટે 25 કિ.મી. રસ્તાઓ પર ચાલીને જવુ પડે છે. 
  • આ ગામ સમુદ્ર સપાટીથી 8,000 ફૂટ જેટલી ઊંચાઇ પર આવેલા છે જ્યા પહોંચવા માટે પર્વતના જોખમી રસ્તાઓ પરથી પસાર થવું પડે છે. 
  • આ બન્ને ગામ પોતપોતાના અલગ કાયદા માટે પણ પ્રસિદ્ધ છે. 
  • આ સિવાય હિમાચલની સૌથી ઊંચાઇ પર વસેલી પંચાયત લાંગજામાં પણ 45 વર્ષથી ઉપરના તમામ લોકોને વેક્સિન અપાઇ ચુકી છે. 
  • આ પંચાયતની કુલ વસ્તી 330 જેટલી છે તેમજ તેમાં ત્રણ ગામ કોમિક, હિક્કિમ અને લાંગ્જાનો સમાવેશ થાય છે. 
  • 15,500 ફૂટની ઊંચાઇ પર આવેલ વિશ્વના સૌથી ઊંચા ગામની સંપૂર્ણ વસ્તીનું વેક્સિનેશન થઇ ચુક્યું છે.
Vaccination

Post a Comment

Previous Post Next Post