- કચ્છ-ભૂજના ધારાસભ્ય ડૉ. નીમાબેન આચાર્યની ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે બિનહરીફ નિમણૂંક કરવામાં આવી છે.
- તેઓ ગુજરાત વિધાનસભાના ઇતિહાસના પ્રથમ મહિલા અધ્ય્ક્ષ બન્યા છે.
- ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણીએ રાજીનામું આપ્યા બાદ સમગ્ર સરકારના પદાધિકારીઓ નવા નિમાયા હતા જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા વિધાનસભાના તત્કાલિન અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને પણ મંત્રી તરીકે સામેલ કરતા વિધાનસભા અધ્યક્ષનું પદ ખાલી પડ્યું હતું.
- ડૉ. નીમાબેન આચાર્ય અગાઉ વિધાનસભાના કાર્યકારી અધ્યક્ષ હતા જે પદ પરથી તેઓએ રાજીનામું આપ્યું હતું.