આફ્રિકી દેશ ગિનીમાં સૈન્યએ સત્તા પર કબજો કર્યો.

  • આફ્રિકાના દેશ ગિનીમાં સૈન્યના વિદ્રોહી જૂથ દ્વારા સરકારને પદભ્રષ્ટ કરી સત્તા કબજે કરવા પ્રયત્ન કર્યો છે. 
  • આ પ્રયત્ન બાદ ગિનીની સેનાના કર્નલ દ્વારા પ્રમુખ અલ્ફા કોર્ડેની સરકાર ભંગ કરી હોવાની જાહેરાત કરવામાં આવી છે તેમજ દેશની જમીની સીમાઓને સીલ કરવામાં આવી છે. 
  • બીજી તરફ ગિનીના સંરક્ષણ મંત્રાલય દ્વારા સેનાના હુમલાને નિષ્ફળ બનાવાયો હોવાનો દાવો કરાયો છે. 
  • આ હુમલો ફ્રાન્સના પૂર્વ સેનાપતિ મામાડી ડોમ્બોયોના નેતૃત્વ હેઠળ ગિની સૈન્યના એલિટ કમાન્ડોએ કર્યો હોવાનું મનાય છે. 
  • ગિનીના પ્રમુખ અલ્ફા કોંડેનો આ ત્રીજો કાર્યકાળ હતો, તેઓ 2010માં પ્રમુખ પદ માટે ચૂંટાયા હતા.
guinea


Post a Comment

Previous Post Next Post