કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતના ચાર પર્યટન સ્થળોના વિકાસ માટે ખાનગી કંપનીઓ સાથે કરાર કરવામાં આવ્યા.

  • આ કરાર કેન્દ્રીય પર્યટન મંત્રાલય દ્વારા PPP (Public Private Partnership) ધોરણે ખાનગી કંપનીઓ સાથે કરાયા છે. 
  • આ કરાર મુજબ ગુજરાતના સૂર્યમંદિર, રાણીની વાવ, ચાંપાનેર કિલ્લો અને જૂનાગઢની બૌદ્ધ ગુફાઓનો ખાનગી કંપનીઓ દ્વારા વિકાસ કરવામાં આવશે. 
  • આ કામગીરીમાં દરેક પર્યટન સ્થળ પર સાફ સફાઇ, ટુરિસ્ટ્સને વધુ સુવિધા મળી રહે તે રીતે વિકસાવવામાં આવશે. 
  • આ સિવાય રાજ્યમાં બે હેરિટેજ સર્કિટ પણ વિકસાવવામાં આવશે જેમાં અમદાવાદ, રાજકોટ, પોરબંદર, બારડોલી, દાંડી હેરિટેજ સર્કિટને 59.17 કરોડના ખર્ચે, વડનગર, મોઢેરા હેરિટેજ સર્કિટને 91.84 કરોડના ખર્ચે તેમજ જૂનાગઢ, ગીરસોમનાથ, ભરૂચ, કચ્છ, ભાવનગર, રાજકોટ, મહેસાણા બૌદ્ધ સર્કિટને 28.67 કરોડના ખર્ચે વિકસાવવામાં આવશે.
Gujarat Tourism


Post a Comment

Previous Post Next Post

Sponsored Ads.