- આ ગાઇડલાઇન સુપ્રીમ કોર્ટ દ્વારા લોકોના મૃત્યું બાબતે ઉઠાવાયેલ સવાલો બાદ પ્રસિદ્ધ કરવામાં આવી છે.
- આ બાબતે સુપ્રીમ કોર્ટ દ્વારા અનેક અરજીઓની સુનવણી દરમિયાન સરકારને સૂચન કરાયું હતું કે કોરોના મૃતકોના પરિજનોને વળતર નક્કી કરવા તેમજ મૃત્યુંના પ્રમાણપત્રની પ્રક્રિયા સરળ બનાવવા માટે ગાઇડલાઇન પ્રસિદ્ધ કરે.
- સુપ્રીમ કોર્ટ દ્વારા આ સિવાય દરેક જિલ્લામાં લોકોની આ બાબતની ફરિયાદ નિવારણ કરવા માટે સમિતિ રચવા પણ જણાવાયું છે.
- હાલ ભારતમાં છેલ્લા 24 કલાકમાં 27 હજારથી વધુ કેસ નોંધાયા છે તેમજ 219 લોકોના મૃત્યું થયા છે.
- દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 3,32,64,175 તેમજ કુલ મૃત્યુંની સંખ્યા 4,42,874 (સરકારી આંકડા મુજબ) થઇ છે.