- મદ્રાસ હાઇકોર્ટ દ્વારા તમિલને દેવતાઓની ભાષા જણાવી તેમજ ઇશ્વર ફક્ત સંસ્કૃત ભાષામાં જ પૂજા કરવી જોઇએ તેવી ધારણાને ખોટી ગણાવવામાં આવી.
- મદ્રાસ હાઇકોર્ટ દ્વારા જણાવયું કે દેશભરમાં મંદિરોમાં અભિષેક અજવાર અને નયનમાર તેમજ અરુણગિરિનાથર જેવા સંતો દ્વારા રચિત તમિલ ભજનોના માધ્યમથી કરવો જોઇએ.
- કોર્ટ દ્વારા તમિલને વિશ્વની પ્રાચીન ભાષા હોવાની સાથે ઇશ્વરની ભાષા ગણાવી તેનો જન્મ શિવજીના નૃત્ય કરતી વખતે ડમરું પડી જવાથી થયો હોવાની માન્યતા હોવાનું પણ જણાવ્યું હતું.