ભારતના ચંદ્રયાન-2 ઉપગ્રહે ચંદ્રની 9000થી વધુ પરિક્રમા પુરી કરી.

  • ISRO દ્વારા જુલાઇ, 2019ના રોજ લોન્ચ કરાયેલ ચંદ્રયાન-2 ઉપગ્રહે ચંદ્રમાની 9000થી પણ વધુ પરિક્રમા પૂર્ણ કરી છે જે ચંદ્રની સપાટીથી 100 કિ.મી. ઊંચે ચંદ્રને પરિભ્રમણ કરી રહેલ છે. 
  • આ ઉપગ્રહ ચંદ્રની કક્ષામાં 20 ઑગષ્ટ, 2019ના રોજ પ્રવેશ્યું હતું તેમજ તેના રોવરે 6 સપ્ટેમ્બર, 2019ના રોજ લેન્ડ કર્યું હતું. 
  • 7 સપ્ટેમ્બર, 2019ના રોજ ઇસરો દ્વારા ચંદ્રના દક્ષિણ ધ્રૂવ પર રોબોટ ઉતારવાનો પ્રયાસ કરાયો હતો જે વિસ્તારમાં વિશ્વની કોઇ અંતરિક્ષ એજન્સી પહોંચી શકી નથી. 
  • આ રોબોટ (વિક્રમ) પોતાની નિર્ધારિત ગતિ કરતા વધુ ઝડપે ચંદ્રની સપાટી સાથે ટકરાયો હોવાથી નુકશાન પામ્યો હતો.
Chandrayaan - 2


Post a Comment

Previous Post Next Post