દિલ્હીમાં આજથી શાળાઓમાં 'દેશભક્તિ અભ્યાસક્રમ' ની શરુઆત થશે.

  • આ માટે દિલ્હીની દરેક શાળાઓમાં ત્રણ નોડલ શિક્ષકની નિયુક્તિ કરવામાં આવશે.
  • આ અભ્યાસક્રમમાં પાંચ મિનિટના દેશભક્તિ ધ્યાનથી લઇ બંધારણીય મૂલ્યો પ્રત્યે સમ્માન, સમાનતા અને બંધુત્વ જેવા મૂલ્યોની ઓળખ સહિતનું જ્ઞાન બાળકોને અપાશે.
  • આ અભ્યાસક્રમને આજે શહિદ ભગતસિંહ જન્મજયંતિ (27 સપ્ટેમ્બર)ના લોન્ચ કરાયો છે.
  • આ અભ્યાસક્રમ નર્સરીથી આઠમા ધોરણ સુધી તેમજ નવમા થી બારમાં ધોરણ સુધી લાગૂ કરાશે.
  • આ અભ્યાસક્રમ હેઠળ ધોરણ 8 સુધી દેશભક્તિનો રોજ એક પીરિયડ હશે તેમજ ધો. 9 થી 12માં અઠવાડિયામાં બે પીરિયડ હશે.
  • આ અભ્યાસક્રમ માટે State Council of Educational Research and Training (SCERT) દ્વારા છ ઓગષ્ટના રોજ તેનું ફ્રેમવર્ક અપનાવાયું હતું તેમજ તેના માટેની તૈયારીઓ શરુ કરવામાં આવી હતી.
Patriotic Curriculum

Post a Comment

Previous Post Next Post