સ્વિટ્ઝર્લેન્ડમાં સમલૈંગિક લગ્નને મંજૂરી આપવામાં આવી.

  • આ માટે સ્વિટ્ઝર્લેન્ડમાં મતદાન કરાવવામાં આવ્યું હતું જેમા લગભગ 64% લોકોએ આ બાબતના પક્ષમાં મતદાન કર્યું હતું. 
  • અગાઉ વર્ષ 2007માં જ સ્વિટ્ઝર્લેન્ડમાં સમાન લિંગ ધરાવતા લોકોને એકસાથે રહેવાનો અધિકાર અપાયો હતો. 
  • આ નિર્ણય બાદ સમાન લિંગ ધરાવતા જોડાઓને પણ બાળકોને દત્તક લેવાનો તેમજ સમાન લિંગ ધરાવતા જીવનસાથીને નાગરિકતા સુવિધા મળવા સહિતના અધિકાર મળશે. 
  • હાલ વિશ્વમાં એવા 28 દેશો છે જ્યા સમલૈંગિક લગ્નને મંજૂરી છે. 
  • સ્વિટ્ઝર્લેન્ડ આ યાદીનો 29મો દેશ બન્યો છે (છેલ્લે વર્ષ 2020માં કોસ્ટા રિકામાં આ પ્રકારની મંજૂરી અપાઇ હતી). 
  • આ 29 દેશોમાં આર્જેંટિના, ઓસ્ટ્રેલિયા, બેલ્જિયમ, બ્રાઝિલ, કેનેડા, કોલમ્બિયા, ડેન્માર્ક, ફ્રાન્સ, જર્મની, આઇસલેન્ડ, આયર્લેન્ડ, સ્પેન, પોર્ટૂગલ, અમેરિકા સહિતના દેશોનો સમાવેશ થાય છે.
Same sex marriage

Post a Comment

Previous Post Next Post