ઇબોલા વાયરસના શોધક ડૉક્ટર દ્વારા આ વાયરસ હારી ગયો હોવાનું જણાવાયું.

  • કોંગોના 79 વર્ષીય વાયરોલોજિસ્ટ જીન જૈક્સ મુયમ્બે દ્વારા જણાવાયું કે ઇબોલા વાયરસ હવે રસીકરણ અને સારવાર દ્વારા નિયંત્રણમાં આવી ગયો છે. 
  • આ નિવેદન તેઓએ Ebanga નામની એક ટ્રીટમેન્ટના ઉદ્‌ઘાટન દરમિયાન આપ્યું હતું જે ટ્રીટમેન્ટને અમેરિકાના FDA (Food and Drug Administration) વિભાગ દ્વારા મંજૂર કરાઇ છે. 
  • Ebanga એક માનવ મોનોક્લોનલ એન્ટીબોડી છે જે વાયરસને એક કોશમાં પ્રવેશ કરવાથી રોકે છે અને માણસના મૃત્યું થવાના જોખમને સાવ ઓછુ કરી દે છે. 
  • ડૉ. જૈક્સ મુયમ્બે 1976માં પ્રથમવાર ઇબોલા વાયરસના સંપર્કમાં આવ્યા હતા જેને યુંકુંબ પાસે આવેલ એક નદી 'ઇબોલા' ના નામથી ઓળખ આપવામાં આવી હતી. 
  • ઇબોલા વાયરસથી સંક્રમિત વ્યક્તિને તાવ, ઉલ્ટી, ઝાડા તેમજ રક્તસ્રાવ જેવા લક્ષણો દેખાય છે.
Jean-Jacques Muyembe Tamfum


Post a Comment

Previous Post Next Post