- આ પ્રતિમા હંગેરીની રાજધાની બુડાપેસ્ટમાં સ્થાપિત કરવામાં આવી છે.
- આ પ્રતિમાં બિટકોઇનના શોધક સતોશી નાકામોટોની છે જેઓએ બિટકોઇન ડિજિટલ કરન્સીની શોધ કરી છે.
- અત્રે ઉલ્લેખનીય છે કે 'સતોશી નાકામોટો' એ એક કલ્પિત નામ છે જે બિટકોઇન બનાવનાર ડેવલપર છે.
- હકીકતમાં બિટકોઇનના અસલ ડેવલપરની ઓળખ અજ્ઞાત છે.
- અત્યાર સુધી અનેક લોકો એવો દાવો કરી ચુક્યા છે કે તે પોતે 'નાકામોટો' છે.
- Bitcoin ને વર્ષ 2008માં વૈશ્વિક નાણાકીય સંક્ટ દરમિયાન બનાવાયું હતું જેનો ઉદેશ્ય વચેટિયાઓનો ઉપયોગ કર્યા વિના ઓનલાઇન લેવડ-દેવડ કરવાનો હતો.
- તાજેતરમાં જ અલ સાલ્વાડોર દેશ દ્વારા બિટકોઇનને આધિકારિક રીતે ચલણ તરીકે અપનાવાયું હતું.