- આ રેન્કિંગ Food Safety and Standards Authority of India દ્વારા પ્રસિદ્ધ કરાયું છે.
- આ રેન્કિંગ દરમિયાન ત્રીજો State Food Safety Index Award પણ આપવામાં આવ્યા છે.
- આ રેન્કિંગમાં નાના રાજ્યોમાં ગોવા પ્રથમ સ્થાન પર, મેઘાલય બીજા તેમજ મણિપુર ત્રીજા સ્થાન પર છે.
- કેન્દ્રશાસિત પ્રદેશોમાં જમ્મુ કાશ્મીર, આંદામાન નિકોબાર અને દિલ્હીને ક્રમાનુસાર પ્રથમ ત્રણ ક્રમ અપાયા છે.
- રાજ્ય કેટેગરીમાં પ્રથમ નંબર પર ગુજરાત, બીજા સ્થાન પર કેરળ તેમજ ત્રીજા સ્થાન પર તમિલનાડુને મુકવામાં આવ્યા છે.
- આ રેન્કિંગ ખાદ્ય સુરક્ષા, માનવ સંસાધન અને સંસ્થાકીય આંકડા, ખાદ્ય પરીક્ષણ સુવિધા, તાલીમ અને ક્ષમતા નિર્માણ તેમજ ગ્રાહક સશક્તિકરણ એમ પાંચ માપદંડોનો ઉપયોગ કરીને તૈયાર કરાયું છે.