FSSAI દ્વારા ખાદ્યપર્દાર્થોના પેકેટ પર સેફ્ટી લેબર ફરજિયાત બનાવાશે.

  • Food Safety and Standards Authority of India (FSSAI) દ્વારા તૈયાર ખાદ્યપદાર્થના દરેક પેકેટ પર સેફ્ટી લેબલ સ્પષ્ટ રીતે જોઇ શકાય તે રીતે લગાવવાનું નક્કી કરાયું છે.
  • આ પ્રકારના લેબલ પર ખાંડ, ચરબી અને મીઠુ સલામત પ્રમાણમાં અને સ્વરુપમાં છે કે નહી તે જણાવવાનું રહેશે.
  • હાલ બ્રાઝિલ અને ચિલી જેવા દેશોમાં આ પ્રકારના લેબલ લગાવવાનું ફરજિયાત છે.
  • હાલ ખાદ્યપદાર્થના ઉત્પાદકો લેબલમાં મીઠુ, ખાંડ, સોડિયમ અને ચરબીનું પ્રમાણ મુકવા ઇચ્છે છે જેથી ગ્રાહક જાતે જ નક્કી કરી શકે કે આ પદાર્થ તેના માટે કેટલો સલામત છે જ્યારે ગ્રાહક સુરક્ષા સમૂહો ઇચ્છે છે કે આ લેબલ પર સ્પષ્ટ રીતે છાપવું જોઇએ કે આ ખાદ્ય પદાર્થ માણસને ખાવા માટે સલામત છે કે નહી.
  • આ વિવાદને લીધે આઠ વર્ષની મહેનાત બાદ પણ આ બાબતની ચોક્કસ માર્ગદર્શિકા બની શકી નથી.
FSSAI


Post a Comment

Previous Post Next Post