કેન્દ્ર સરકાર દ્વારા આવતા મહિને સમગ્ર દેશમાં 'પોષણ માસ' મનાવાશે.

  • કેન્દ્ર સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા આગામી મહિનામાં સમગ્ર દેશમાં પોષણ માસ મનાવવામાં આવશે. 
  • આ કાર્યક્રમમાં બાળકો, કિશોરો, ગર્ભવતી મહિલાઓ અને દુધ પિવડાવનાર માતાઓના સ્વાસ્થ્યને વધુ સારુ બનાવવાના ઉદેશ્ય સાથે કાર્યક્રમો કરવામાં આવશે. 
  • આ કાર્યક્રમની શરુઆત વર્ષ 2018માં વડાપ્રધાન મોદીએ કરી હતી. 
  • આ મહિના દરમિયાન આંગણવાડી કેન્દ્ર, શાળા પરિસર, ગ્રામ પંચાયત સહિતના સ્થળો પર જરુરિયાત ધરાવતા લોકો પર ખાસ ધ્યાન અપાય છે. 
  • આ દરમિયાન છ થી ઓછા વર્ષના બાળકોની લંબાઇ અને વજન માપવા માટે પણ વિશેષ અભિયાન ચલાવવામાં આવે છે.
Poshan Abhiyaan



Post a Comment

Previous Post Next Post