- આ વાવાઝોડું ગુજરાત અને મહારાષ્ટ્રના સમુદ્ર કિનારા નજીક થઇ 1 ઑક્ટોબરના દિવસે ઓમાન તરફ આગળ વધે તેવી શક્યતા છે.
- આ વાવાઝોડાની અસર ગુજરાત પર ઓછી થાય તેવી શક્યતા છે પરંતુ તેના લીધે કાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.
- આ વાવાઝોડાને ઓમાન દ્વારા નામ અપાયું છે.
- અગાઉ બંગાળની ખાડીમાં ઉદ્ભવેલ 'ગુલાબ' વાવાઝોડાની તીવ્રતામાં પણ વધારો થવાની શક્યતા દર્શાવાઇ છે જેને લીધે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.