- આ ટનલ સોનમર્ગ - કાશ્મીરથી લદ્દાખ વચ્ચે બનશે.
- ઝોઝિલા નામની આ ટનલનું કામ લગભગ 2023માં પુરુ થશે.
- આ ટનલ 12.5 કિ.મી. લાંબી છે જે સમુદ્ર સપાટીથી 11,578 ફૂટની ઊંચાઇ પર બની રહી છે.
- આ ટનલ બન્યા બાદ કાશ્મીર અને લદ્દાખ વચ્ચે સમગ્ર વર્ષ દરમિયાન સંપર્ક થઇ શકશે જે અગાઉ હિમવર્ષા દરમિયાન તૂટી જતો હતો.
- આ ટનલ બનવાથી સાડા ત્રણ કલાકનું અંતર લગભગ 15 મિનિટમાં પૂર્ણ થઇ જશે.
- આ ટનલ સિવાય પરિવહન મંત્રાલય કુલ 30 બીજી ટનલ પણ બનાવી રહી છે જે તમામ લગભગ આવનારા ત્રણ વર્ષમાં તૈયાર થઇ જશે.