પાકિસ્તાનમાં RATSના નેતૃત્વમાં આતંકવાદ વિરોધી અભ્યાસનું આયોજન થશે.

  • આ અભ્યાસ SCO Regional Anti-Terrorism Structure (RATS) ના નેતૃત્વમાં થશે જેનો ઉદેશ્ય SCO દેશો વચ્ચે આતંકવાદ વિરુદ્ધ અરસપરસ સહયોગ વધારવાનો છે. 
  • આ અભ્યાસમાં ભારત પણ ભાગ લેશે જેમાં ભારત તરફથી ત્રણ સદસ્યીય ટીમ પાકિસ્તાન જશે. 
  • આ અભ્યાસ પાકિસ્તાનના નૌશેરા જિલ્લાના પબ્બી ખાતે 3 ઑક્ટોબરના રોજ યોજાશે. 
  • આ અભ્યાસની જાહેરાત માર્ચ મહિનામાં કરવામાં આવી હતી જેમાં SCO પ્રોટોકોલ મુજબ SCO ના તમામ સદસ્યોને આમંત્રિત કરાયા હતા. 
  • હાલ શાંઘાઇ સહયોગ સંગઠનમાં કુલ આઠ દેશ ચીન, રશિયા, કઝાખ્સ્તાન, કિર્ગિસ્તાન, તાજિકિસ્તાન, ઉઝબેકિસ્તાન, ભારત અને પાકિસ્તાન સામેલ છે. 
  • હાલમાં જ આ સંગઠનમાં ઇરાનને પણ કાયમી સદસ્ય બનાવવામાં આવ્યું હતુ.
SCO RATS

Post a Comment

Previous Post Next Post