- અમેરિકાના યાન્ક્ટોન ખાતે ચાલી રહેલ આર્ચરી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારતની વિમેન્સ અને મિક્સ ડબલ્સ કમ્પાઉન્ડ આર્ચરી ટીમે કોલંબિયા સામે પરાજય બાદ સિલ્વર મેડલ જીત્યો હતો.
- ભારતે આ ચેમ્પિયનશિપમાં કમ્પાઉન્ડ કેટેગરીમાં વિમેન્સ ઇન્ડીવિડ્યુઅલમાં (જ્યોતિ સુરેખા વેન્નામ), વિમેન્સ ટીમમાં (પ્રિયા ગુર્જર, મુસ્કાન કિરાર, જ્યોતિ સુરેખા વેન્નામ) તેમજ મિક્સ્ડ ટીમમાં (અભિષેક વર્મા, જ્યોતિ સુરેખા વેન્નામ) માં સિલ્વર મેડલ જીત્યા છે.
- આ વર્લ્ડ કપમાં ભારત ત્રણ સિલ્વર સાથે પાંચમાં ક્રમ પર રહ્યું છે.
- આ સ્પર્ધામાં પ્રથમ સ્થાન પર 4 મેડલ સાથે સાઉથ કોરિયા, ત્રણ મેડલ સાથે બીજા સ્થાન પર કોલંબિયા તેમજ 3 મેડલ સાથે ત્રીજા સ્થાન પર અમેરિકાનો સમાવેશ થાય છે.