- પોતાના આ સંબોધન દરમિયાન વડાપ્રધાન મોદીએ પાકિસ્તાનનું નામ લીધા વિના તેના પર આકરા પ્રહારો કર્યા હતા.
- આ સિવાય ચીનનું નામ લીધા વિના કહ્યું હતું કે અમુક લોકો અફઘાનિસ્તાનનો પોતાના લાભ માટે ઉપયોગ કરી રહ્યા છે.
- આ સંબોધન દરમિયાન વડાપ્રધાન મોદીએ ભારતમાં 43 કરોડ લોકોના બેન્ક ખાતા ખોલવા, 36 કરોડ લોકોને વીમા કવચ અપાવ્યું, 3 કરોડ થી વધુ મકાન બનાવ્યા તેમજ 17 કરોડ લોકોને પાઇપ દ્વારા પીવાનું પાણી પુરુ પાડ્યું હોવાની વાત જણાવી હતી.
- પોતાના સંબોધન દરમિયાન વડાપ્રધાને ભારતને વિશ્વનું સૌથી મોટું ગ્રીન હાઇડ્રોજન હબ બનાવવા અંગે તેમજ વિશ્વની પ્રથમ ડીએનએ આધારિત કોરોના રસી બનાવવાનો ઉલ્લેખ પણ કર્યો હતો.
- વડાપ્રધાનની આ મુલાકાત દરમિયાન અમેરિકાના પ્રમુખ જૉ બાઇડને અમેરિકામાં અભ્યાસ કરવા માટે ભારતના 25 વિદ્યાર્થીઓને દર વર્ષે ક્વાડ શિષ્યવૃતિ આપવાની જાહેરાત પણ કરી હતી.