- કેરળ રાજ્યના તિરુવનંતપુરમની બે બહેનો ટેરેસા અને એગ્નસે વિશ્વના 193 દેશોના રાષ્ટ્રગીતો ગાઇને રેકોર્ડ નોંધાવ્યો છે.
- બન્ને બહેનોએ ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેનમાં સેન્ટ જોન્સ કેથેડ્રલમાં પોતાની આ પ્રસ્તુતિ આપી હતી જેને ઓસ્ટ્રેલિયન બુક ઓફ રેકોર્ડમાં સ્થાન અપાયું છે.
- ઉલ્લેખનીય છે કે વિશ્વના સૌથી જૂના રાષ્ટ્રગીત તરીકે ડચના રાષ્ટ્રગીત Wilhelmus ને માનવામાં આવે છે જેને લગભગ 1568 થી 1572 વચ્ચે લખવામાં આવ્યું હોવાનું મનાય છે.
- ભારતના રાષ્ટ્રગીત જન ગણ મનની રચના 1911માં ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરે કરી હતી જેને સંગીતબદ્ધ માર્ગારેટ એલિઝાબેથ કઝિન્સે કર્યું હતું.