- નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા કૈલાશ સત્યાર્થીને સંયુક્ત રાષ્ટ્ર સંઘના મહાસચિવ એન્ટોનિયો ગુટેરસ દ્વારા Sustainable Development Goals (SDG) અધિવક્તા (Advocate) તરીકે નિયુક્તિ કરાયા છે.
- તેઓની આ નિયુક્તિ સંયુક્ત રાષ્ટ્રની 76મી મહાસભાથી પહેલા કરવામાં આવી છે.
- તેઓની સાથે STEM એક્ટિવિસ્ટ વેલેન્ટિના મુનોજ રબનાલ, માઇક્રોસોફ્ટના પ્રેસિડેન્ટ બ્રેડ સ્મિથ અને પોપ સ્ટાર બ્લેકપિંકને પણ એડવોકેટ તરીકે નિયુક્ત કરાયા છે.
- આ તમામ એડવોકેટ્સને ક્લાઇમેટ ચેન્ઝ, ડિજિટલ વિભાજન, લૈંગિક અસમાનતા અને બાળકોના અધિકારોના પ્રમોશન જેવા મૂળભૂત મુદ્દાઓ અપાયા છે. - કૈલાશ સત્યાર્થી એ ભારતના સમાજ સુધારક છે જેઓએ બાળ મજૂરી વિરુદ્ધમાં પોતાનું ઘણુ યોગદાન આપ્યું છે.
- તેઓએ વર્ષ 1980માં 'બચપન બચાઓ' આંદોલન શરુ કર્યું હતું.
- વર્ષ 2014માં તેઓને નોબેલ શાંતિ પુરસ્કાર એનાયત કરાયો હતો.