- ભારતના ભૂતપૂર્વ વર્લ્ડ કપ ચેમ્પિયન મહેન્દ્રસિંહ ધોનીનો ભારતના ડિફેન્સ મંત્રાલયની વિશેષ સમિતિમાં સમાવેશ કરાયો છે.
- ડિફેન્સ મિનિસ્ટ્રી દ્વારા નેશનલ કેડેટ કોર (NCC)ને નવુ સ્વરુપ આપવા માટે એક સમિતિની રચના કરવામાં આવી છે જેમાં તેઓનો સમાવેશ કરાયો છે.
- આ સમિતિમાં કુલ 15 સભ્યો છે જેમાં મહિન્દ્રા ગ્રૂપના ચેરમેન આનંદ મહિન્દ્રા પણ સામેલ છે.
- થોડા સમય પહેલા જ BCCI દ્વારા મહેન્દ્રસિંહ ધોનીને આગામી વર્લ્ડ કપ માટે મેન્ટર બનાવાયા છે.
- મહેન્દ્રસિંહ ધોની પાસે આર્મીના કર્નલની માનદ્ પદવી પણ છે.