- આ મૂર્તિ આંધ્ર પ્રદેશના પ્રકાશમ જિલ્લાના મોતુપલ્લી ગામમાંથી મળી આવી છે જે લગભગ 800 વર્ષ જૂની છે.
- આ મૂર્તિ લગભગ 12મી સદીની હોવાનું મનાય છે જેની લંબાઇ 3.6 ફૂટ, પહોળાઇ 2.6 ફૂટ તેમજ ઊંચાઇ 1.6 ફૂટ જેટલી છે.
- આ મૂર્તિમાં ભગવાન ગણેશના એક હાથમાં મોદક અને બીજા હાથમાં કમળ છે.
- અત્યાર સુધીની ભગવાન ગણેશની સૌથી જૂની મૂર્તિ ચીનના કુંગ સિન પ્રાંતના બુદ્ધ મંદિર ખાતેથી મળેલ છે જે લગભગ ઇ.સ. પૂર્વે 531ની હોવાનું સાબિત થયું છે તેમજ આ મૂર્તિ હાલમાં પણ ચીન ખાતે જ છે.