- નાસા દ્વારા કરવામા આવેલ અભ્યાસ મુજબ નજીકના જ ભવિષ્યમાં આ પ્રકારનું તોફાન આવશે જે સામાન્ય રીતે 100 વર્ષોમાં એક વાર આવતું હોય છે.
- સામાન્ય રીતે સૂર્યમાંથી નિયમિત વિદ્યુતચુંબકીય કણોનો પૃથ્વી તરફ મારો થતો હોય છે જેને પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર રોકી લે છે અને પોતાની રક્ષા કરે છે પરંતુ લગભગ 100 વર્ષની આસપાસ આ પ્રકારનું મોટું તોફાન આવતું હોય છે.
- નાસાના અભ્યાસ મુજબ અ પ્રકારના સોલાર સ્ટોર્મથી ઇન્ટરનેટ સુવિધા ઠપ્પ થઇ જવાની પુરેપુરી શક્યતા છે તેમજ ઇલેક્ટ્રિક ગ્રીડને પણ તે નુકસાન કરી શકે છે.