- આ હેલ્પલાઇનનું નામ Elder Line રખાયું છે જેના માટેનો નંબર 14567 છે.
- આ હેલ્પલાઇનનો ઉદેશ્ય માનસિક, ભાવનાત્મક, આર્થિક, કાયદાકીય તેમજ શારીરિક રીતે મુસીબતોથી ઘેરાયેલા વરિષ્ઠ નાગરિકોને કાઉન્સેલિંગ કરી યોગ્ય સલાહ અથવા માર્ગદર્શન આપવાનો છે.
- આ હેલ્પલાઇનની શરુઆત ટાટા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી હતી જેને 2017માં તેલંગાણા સરકાર દ્વારા અન્ય સંગઠનના સહયોગથી પોતાના રાજ્યમાં શરુ કરવામાં આવી હતી.
- હાલ ટાટા ટ્રસ્ટ, NSE ફાઉન્ડેશન તેમજ કેન્દ્ર સરકારના સહયોગથી 17 રાજ્યોમાં આ હેલ્પલાઇન શરુ કરવામાં આવી છે.
- આ હેલ્પલાઇનમાં છેલ્લા 4 મહિનાઓમાં 2 લાખથી વધુ કોલ પ્રાપ્ત થયા છે તેમજ 30 હજારથી વધુ વરિષ્ઠ નાગરિકોને સેવા અપાઇ ચૂકી છે.